Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરદેશમાં 100 કરોડને વેક્સિનેશનની જામનગર શહેરમાં ઉજવણી

દેશમાં 100 કરોડને વેક્સિનેશનની જામનગર શહેરમાં ઉજવણી

મેકિડલ કોલેજમાં મેયર દ્વારા કેક કાપી : કલેકટર-કમિશનર-મેડિકલ કોલેજ ડીન-પૂર્વ રાજયમંત્રી-પોલીસ વિભાગ અને જી.જી.હોસ્પિટલનો તબિબ તથા નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં ગત્ વર્ષે કોરોના મહામારીના કહેરના કારણે લાખો લોકો આ મહામારીમાં સંક્રમિત થયા હતાં અને અસંખ્ય લોકોના મોત નિપજયા હતાં. મહામારી સામે રક્ષણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા વેક્સિનેશન વધુમાં વધુ લોકોને કરવામાં આવે જેથી આ મહામારી સામે રક્ષણ મેળવી શકે. જોકે, દેશમાં બનતી વેક્સિન સરકાર દ્વારા ફ્રી માં આપવામાં આવી રહી છે અને 130 કરોડથી વધુ વસ્તી ધરાવતાં ભારતમાં નવ મહિના પહેલાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે 278 દિવસમાં ભારતે 100 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કરી ઐતિહાસિક દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પૂર્વે ચીન એક માત્ર એવો દેશ છે કે, જેણે 100 કરોડ લોકોને રસી આપી છે. ત્યારબાદ બીજા નંબરે ભારત આવી ગયું છે.

- Advertisement -

જેમાં જામનગર શહેરમાં આજે સાંજે મેડિકલ કોલેજ કેમ્પસમાં દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર થઇ જતાં મેયર બીનાબેન કોઠારી, પૂર્વ રાજયમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુ.કમિશનર વિજય ખરાડી, એએસપી નિતેશ પાંડેય, મેડિકલ કોલેજ ડીન ડો.નંદનીબેન દેસાઇ, શહેર ભાજપા પ્રમુખ ડો.વિમલ કગથરા, સ્ટે.ચેરમેન મનિષ કટારિયા, જી.જી.હોસ્પિટલના ડોકરટ એસ.એસ.ચેટરજી તથા જી.જી.હોસ્પિટલનો તબિબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કેક કાપી અને ઐતિહાસિક લક્ષ્ય પાર કરવાની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular