Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયદોઢ વર્ષમાં 10 લાખ નોકરી, મોદીની માસ્ટર યોજના

દોઢ વર્ષમાં 10 લાખ નોકરી, મોદીની માસ્ટર યોજના

પ્રધાનમંત્રીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંશાધનની સમીક્ષા કરી : પીએમઓના ટિવટર એકાઉન્ટ પર આપવામાં આવી માહિતી : મિશન મોડમાં કામ કરવા અપાયો આદેશ

- Advertisement -

રોજગારના મુદ્દે અવારનવાર પ્રશ્ર્નોનો સામનો કરતી મોદી સરકાર સંભવત: હવે આ સંકટને દૂર કરવા માટે એક યોજના તૈયાર કરી રહી છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી કરશે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.’ મોદી સરકારનો આ નિર્ણય રોજગાર ઈચ્છતા યુવાનો માટે મોટા સમાચાર છે. પટના, અલ્હાબાદ જેવા શહેરોમાં યુવાનોએ રેલ્વેમાં ભરતી માટે પ્રદર્શન કર્યું છે. મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે તે રોજગાર આપી શકતી નથી.

- Advertisement -

ખાસ કરીને નોટબંધી, જીએસટી અને પછી કોરોનાના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ગયા વર્ષે, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિહે રાજયસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ જગ્યાઓ ખાલી હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે. એટલું જ નહીં, 2016-17 થી 2020-21 દરમિયાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે જજઈમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય છછઇએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જયારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular