Wednesday, September 11, 2024
Homeરાજ્યવિડિઓ : ઓખા નગરપાલિકાનાં 1.82 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂતૅ કરાયું

વિડિઓ : ઓખા નગરપાલિકાનાં 1.82 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂતૅ કરાયું

- Advertisement -

ઓખા નગરપાલિકાનાં સુરજકરાડી અને આરંભડા વિસ્તારમાં ૧.૮૨ કરોડનાં અલગ અલગ કામોનું ખાત મુહૂર્ત પબુભા વિરમભા માણેક તેમજ ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલના હસ્તે કરવામાં આવ્યુ હતું.

- Advertisement -

ઓખા, આરંભડા, સુરજકરાડી અને બેટ એમ ચાર વિસ્તાર ઓખા નગરપાલિકામાં આવેલ છે. આ વિસ્તારમાં અગાઉ ગ્રામ પંચાયત હતી એટલે પ્રજાલક્ષી કાયોઁમાં ખુબ તકલીફો હતી પરન્તુ નગરપાલિકાનો દરજ્જો આવતા આ ચાર વિસ્તારોમાં લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાઈ છે. હજુ પણ જયાં પ્રાથમિક જરૂરિયાતો અપુરતી છે ત્યાં ઓખા નગરપાલિકા તબક્કાવાર કામો કરે છે. આરંભડા અને સુરજકરાડીનાં જે વિસ્તારોમાં કામ કરવાના બાકી છે તેવા કામોનું ખાતમુહૂતૅ કરાયું હતું. આ કાર્યક્રમમાં પબુભા વિરમભા માણેક ઉપરાંત ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહીલ, સહદેવસિંહ પબુભા માણેક, ચેતનભા માણેક, ખેરાજભા કેર, હાડાભા માણેક, ચીફ ઓફિસર ઉદય આર. નસીત, લુણાભા સુમણીયા, મોહનભાઇ ગોહીલ, વરજાંગભા માણેક, આલાભા માણેક ઉપરાંત ઓખા નગરપાલિકાના સદસ્યો, કાર્યકરો તેમજ સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકાનો સ્ટાફ તેમજ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. કાયૅક્રમનું સંચાલન રામભા જગતિયાએ કયુઁ હતુ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular