Tuesday, August 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટયો

જામનગર શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટયો

જામનગર સિટી ‘સી’ ડિવિઝનના આરોપીને ફોટા, ફિંગરપ્રિન્ટ કરાવવા માટે લઇ ગયા બાદ પરત લઇ જતી વખતે રસ્તામાં આરોપી ચાલુ ગાડીમાંથી ઉતરી એક શખ્સની બાઇકમાં બેસી નાશી ગયો હતો. પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આરોપી મીત ઉર્ફે મિતેશ ઉર્ફે મિતલો સુનિલ બારિયા નામના શખ્સને જામનગર જિલ્લા એમઓબી ખાતે ફોટા, ફિંગરપ્રિન્ટ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી પરત સિટી ‘સી’ ડિવિઝન ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે બપોરના સમયે આરોપી ફરિયાદી હોમગાર્ડઝ જવાન કિરણકુમાર ધીરજલાલ ત્રિવેદીની મોટરસાયકલ પાછળ બેઠો હોય ગુરૂદ્વારા ચોકડીએથી સાત રસ્તા, એમ. પી. શાહ કોલેજના ખૂણે, બેટરીની દુકાન પાસે પહોંચતા બે-ત્રણ વાહન વચ્ચે આવતા ફરિયાદીએ ગાડી ધીમી કરી હતી. જેનો લાભ લઇ આરોપી મિત ચાલુ ગાડીમાંથી ઉતરી પાછળથી આવતા પ્રકાશ ઉર્ફે પકો નામના શખ્સની મોટર સાયકલમાં બેસી નાસી ગયો હતો.

આરોપીઓ દ્વારા પ્રિ-પ્લાનિંગ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે હોમગાર્ડઝ જવાન કિરણકુમાર દ્વારા મીત ઉર્ફે મિતેશ ઉર્ફે મિતલો સુનિલ બારિયા તથા પ્રકાશ ઉર્ફે પકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી જતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. આ અંગે સિટી ‘બી’ પીઆઇ એમ. એચ. મહેતા દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular