ભાણવડથી આશરે નવેક કિલોમીટર દૂર વાનાવડ ગામ નજીક મોટરસાયકલ પર જઈ રહેલા મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલ ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા ભાયાભાઈ નરસિંગભાઈ સોલંકી નામના પચીસ વર્ષના આદિવાસી યુવાનની બાઈક આડે એક કૂતરું ઉતરતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે માર્ગ નજીક રહેલા ઈલેક્ટ્રીક પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ભાયાભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતા જામનગરથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ બનાવની જાણ ભાણવડ પોલીસ મથકમાં કરવામાં આવી છે.