રાજયમાં વાસી કે અખાદ્ય પદાર્થોના વેંચાણ દ્વારા જનઆરોગ્ય જોખમાવાની ફરીયાદોના પગલે સરકારે ગ્રાહક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને આરોગ્યને લગતા કાયદાઓનો ઉપયોગ કરીને ધોસ બોલાવવાનું નકકી કર્યાનું જાણવા મળે છે. વેપારીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેંચાણ વખતે વસ્તુઓ પર બેસ્ટ બિફોર અથવા એકસપાઇરી ડેઇટ (સમાપ્તિ તારીખ) લખવી ફરજીયાત છે. સરકાર ગ્રાહકોના આ અધિકાર બાબતે જાગૃતિ વધારવાના પ્રયાસો કરી રહી છે.
વેંચાણ અર્થે મૂકાયેલ ખાદ્ય પદાર્થની આવરદા 7 દિવસથી ઓછી હોય તો એકસાઇરી ડેઇટ બતાવવી જરૂરી છે. કઇ તારીખ પહેલા તેનો ઉપયોગ થઇ જવો જોઇએ તેની ગ્રાહકને જાણકારી આપવી જરૂરી છે. જો આવી વસ્તુ પેકીંગમાં આપવાની હોય તો પેકીંગ પર ઉપયોગ લાયકની આખરી તારીખ દર્શાવવી પડે. વસ્તુ પડોકામાં કે કોઇ પાત્રમાં આપવાની હોય તો ડીસ્પ્લેમાં તેની યુઝ બાય ડેઇટ’ એટલે કે ખાવાલાયક મુદતની સમાપ્તીની તારીખ દર્શાવવી ફરજિયાત છે.
મોટાભાગની મીઠાઇઓ, દૂધની બનાવટો, બેકરી આઇટમ વગેરે આ શ્રેણીમાં આવી શકે છે. જો સદરહુ વસ્તુની આવરદા 7 દિવસથી ઓછી હોય તો બેસ્ટ બિફોર લખીને ચોકકસ સમયગાળો દર્શાવવો જરૂરી છે.આ મુદે સરકારે આકરૂં વલણ અખત્યાર કર્યું છે.