Saturday, October 12, 2024
Homeરાજ્યજામજોધપુરના સતાપરમાં યુવાન ઉપર તેના સગા ભાઇ-ભાભી દ્વારા હુમલો

જામજોધપુરના સતાપરમાં યુવાન ઉપર તેના સગા ભાઇ-ભાભી દ્વારા હુમલો

- Advertisement -

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતાં યુવાન અને તેની પત્ની ઉપર મકાનમાં રહેવા બાબતે તેના જ ભાઈ અને ભાભી સહિતના ચાર શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતાં કાંતિભાઈ કારાભાઈ રાઠોડ નામના યુવાન ઉપર તેના જ ભાઈ દિનેશ કારા રાઠોડ એ મકાનમાં સંયુકત રહેવા બાબતે બોલાચાલી થતા લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. તેમજ દિનેશની પત્ની લક્ષ્મીબેન, પુત્રી જયશ્રીબેન અને વિજયાબેન મેપાભાઈ રાઠોડ સહિતના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાંતિભાઈ અને તેની પત્નીને ઈજા પહોંચી હતી. ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે કાંતિભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular