Tuesday, June 9, 2026
Homeવિડિઓદ્વારકા જતાં બે પદયાત્રિકોનો ધ્રોલ પોલીસ વિશે અભિપ્રાય જાણીને ચોંકી જશો...?! -...

દ્વારકા જતાં બે પદયાત્રિકોનો ધ્રોલ પોલીસ વિશે અભિપ્રાય જાણીને ચોંકી જશો…?! – VIDEO

ધર્મનગરી ઉજ્જૈનથી દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા જઇ રહેલાં કેબીસી વિજેતા બાળકીના પિતા ધ્રોલ પહોંચ્યા તે સમયે હંમેશા ચર્ચામાં રહેતી પોલીસ દ્વારા આ બન્ને પદયાત્રિકોને ભોજન આપી સેવા કરતાં પોલીસની આ માનવતા અભિગમ ધરાવતી સરાહનીય સેવાની બન્ને પદયાત્રિકોએ બિરદાવી હતી.

- Advertisement -

ફૂલડોલ મહોત્સવ દરમ્યાન દ્વારકાધીશના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી દ્વારકા આવતાં હોય છે. પરંતુ બાકીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવતા હોય છે. દરમ્યાન કેબીસી વિજેતા રાની પાટીદારના પિતા જગદિશ પાટીદાર અને દિનેશ સોલંકી (પૂર્વ સરપંચ) ધર્મનગરી ઉજ્જૈનથી દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યાં છે. બન્ને ભક્તોની પદયાત્રા દરમિયાન ગુજરાતમાંથી પસાર થતાં સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા આ બન્ને પદયાત્રિકોને અદ્ભૂત સહયોગ સાંપડયો હતો. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પહોંચ્યા ત્યારે ધ્રોલ પોલીસમાં ફરજ બજાવતા મુકેશભાઇ વિંઝુડા તથા તેમની સ્ટાફ દ્વારા આ બન્ને પદયાત્રિકો માટે જમવાની તથા આરામ કરવાની સગવડ કરી આપવામાં આવી હતી. ધ્રોલ પોલીસ તથા ગુજરાત પોલીસ દ્વારા આ બન્ને પદયાત્રિકોને તેમની પદયાત્રા દરમ્યાન અદ્ભૂત અને અકલ્પનીય સહયોગ મળતાં બન્ને પદયાત્રિકોએ ધ્રોલ તથા ગુજરાત પોલીસ સેવાને સલામ કરી બિરદાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular