Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયજતંર-મંતર પર પહેલવાનો અને પોલીસ વચ્ચે કુસ્તી

જતંર-મંતર પર પહેલવાનો અને પોલીસ વચ્ચે કુસ્તી

- Advertisement -

જંતર-મંતરનું ધરણાસ્થળ ગતરાતથી જાણે કે યુદ્ધનું મેદાન બની ગયું હોય તેવો માહોલ ઉભો થઈ ગયો છે. પ્રદર્શન કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસના જવાનો આમને-સામને આવી જતાં મામલો તંગ બન્યો હતો. તીખી તમતમતી ચર્ચા શરૂ થયાની થોડી જ મિનિટોમાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી જેમાં કોઈનું માથું ફૂટ્યું હતું તો કોઈના હાથ-પગમાં ઈજાઓ પહોંચી હતી. પોલીસ-પહેલવાનો વચ્ચે અથડામણ થયા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે અમારા જીતેલા મેડલ્સ ભારત સરકારને પરત આપી દેશું. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા જેવા પહેલવાનોને પણ ઈજા થઈ છે. જાણવા મળ્યા પ્રમાણે પહેલવાનો ધરણાસ્થળે વધારાના ગાદલા અને ફોલ્ડીંગ બેડ લાવવા માગતા હતા. જો કે ભારે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયું હોવાથી દિલ્હી પોલીસે તેમને ગાદલા લાવતા અટકાવતાં જ મામલો બિચક્યો હતો. કથિત રીતે નશામાં ધૂત એક પોલીસ કર્મીએ વિનેશ, સાક્ષી અને સંગીતા ફોગાટ સાથે દુવ્ર્યવહાર કર્યો હતો અને તેણે કથિત રીતે ગાળો પણ આપી હતી. આ પછી પુરુષ પહેલવાનો વચ્ચે આવ્યા હતા જેના કારણે સ્થિતિ ઉગ્રી બની ગઈ હતી.

- Advertisement -

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ગત સાંજે દિલ્હીમાં ભારે વરસાદને કારણે જંતર મંતર ઉપર પાણી ભરાઈ ગયું હતું અને ગાદલા પલળી ગયા હતા જેથી પહેલવાનો વધારાના ગાદલા અને ફોલ્ડીંગ બેડ લાવવા માગતા હતા પરંતુ દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી ન્હોતી. આ પછી ત્યાં તૈનાત પોલીસ કે નશામાં હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે તેણે મહિલા પહેલવાનોને ગાળો આપ્યાનું કહેવાઈ રહ્યું છે.

આ બધું જોઈને બજરંગ પુનિયા અને સાક્ષીના પતિ સત્યવ્રતે દરમિયાનગીરી કરી હતી પરંતુ મામલો શાંત પડવાની જગ્યાએ વકર્યો હતો અને વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી. આ પછી પોલીસે ધક્કામુક્કી અને લાઠીચાર્જ શરૂ કર્યો હતો જેના કારણે બજરંગના ખભા પર ઈજા પહોંચી તો વિનેશને ઘૂંટણ પણ વાગી ગયું હતું. ગીતા અને બબીતા ફોગાટના ભાઈ દુષ્યંત ફોગાટનું માથું ફૂટ્યું હતું જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

પોલીસે બજરંગ, સત્યવ્રત, જીતેન્દર ક્ધિહા અને અન્ય પુરુષ પહેલવાનોની અટકાયત કરવાની કોશિશ કરી પરંતુ વિનેશે બેરીકેડ કૂદીને વચ્ચે આવી ગઈ હતી. તે પછી એક મહિલા કોન્સ્ટેબલે વિનેશ પર હુમલો કર્યો હતો. વિનેશે આરોપ લગાવ્યો કે ઘટનાસ્થળે હાજર એસીપી ધર્મેન્દ્ર કુમાર સિંહે તેને ગાળો પણ આપી છે. આ મુદ્દે પહેલવાનોએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને એસીપી વિરુદ્ધ ફરિયાદ કરી છે.

પોલીસે લાઠીચાર્જ કરતા અનેક પહેલવાનોને ઈજા પહોંચી છે જે પછી વિનેશ અને સાક્ષી કે જેમણે દેશ માટે મેડલ જીત્યા છે તે રડવા લાગ્યા હતા. ઉલ્લેખનિય છે કે આ પહેલવાનો ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રજભૂષણ શરણસિંહની ધરપકડને લઈને સત 12 દિવસથી ધરણા પર બેઠેલા છે. આ જ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પણ થવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular