Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરદરેડમાં મહિલાની હત્યા કરનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

દરેડમાં મહિલાની હત્યા કરનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

પૈસાની લેતી દેતી બાબત બોલાચાલી થતા હત્યા કરી હોવાનું પૂછપરછ દરમિયાન કબુલાત

- Advertisement -

જામાનગર તાલુકાના દરેડ ગામે મહિલાને સાડી વડે ગળેફાંસો દઈ હત્યા કરનાર શખ્સને જામનગર એલસીબી પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી લઇ જામનગર લઇ આવ્યાં હતાં. આરોપીએ પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી હત્યા કરી હોવાનું પૂછપરછ દરમિયાન કબુલાત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અને હાલ દરેડ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા કમલસિંઘ બલરામસિંઘ બઘેલના પત્ની મીનાબેન પોતાના ઘરે એકલા હોય તે દરમિયાન તેણીની ગળેટૂંપો દઇ હત્યા નિપજાવાઈ હતી. જે-તે વખતે ગળેફાંસો ખાઈ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું તારણ નિકળ્યું હતું. ત્યારબાદ પીએમ દરમિયાન તેણીની ગળેટૂંપો દઈ હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા આ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, પંચ બી ના નિર્મળસિંહ જાડેજા તથા કે.સી. જાડેજાને બાતમી મળી હતી કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ દરેડ રહેતો જવારસિંઘ ખુશીરામ જાટવ નામનો શખ્સ બનાવના દિવસે દરેડ વિસ્તારમાં દેખાયા બાદ લાપતા થયો હતો અને હાલમાં તેના વતન જતો રહ્યો છે. જેના આધારે એલસીબી તથા પંચ બી પોલીસ સ્ટાફ દ્વારા આ કેસમાં મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી અને પંચ બી ની પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ઈંધણગઢ તાલુકાના પચૌખરા ખાતેથી જવારસિંઘ ખુશીરામ જાટવ નામના શખ્સની ધરપકડ કરી હતી.

- Advertisement -

આરોપીને ઝડપી લઇ પૂછપરછ દરમિયાન આરોપીએ પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી જઇ મીનાબેન બઘેલને સાડી વડે ફાંસો દઇ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. એલસીબી દ્વારા આરોપી વિરૂધ્ધ કાયદેરની કાર્યવાહી કરી પંચકોશી બી ડીવીઝનને સોંપી આપ્યો હતો.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ, આર.કે.કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બળવંતસ્હિં પરમાર, નાનજીભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, હિરેનભાઈ વરણવા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular