Wednesday, July 29, 2026
Homeરાજ્યજામનગરગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદ - VIDEO

ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદ – VIDEO

અષાઢ સુદ પૂનમના દિવસે ગુરૂપુર્ણિમા મહોત્સવ અંતર્ગત જામનગર શહેરની વિવિધ ધાર્મિક સંસ્થાઓના ગુરૂદેવોના આશીર્વાદ લઇ પૂજા, અર્ચના કરવામાં આવે છે. આજના પાવન પર્વ નિમિત્તે વિશ્ર્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે પ્રેમભિક્ષુજી મહારાજના દર્શન કર્યા બાદ પૂજા અર્ચના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. શહેરની આણદાબાવા સેવા સંસ્થાના દેવપ્રસાદ મહારાજને વંદન કરી પૂજા અર્ચના કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. અને ગુરૂદેવને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓના સંતો, મહંતોના આશીર્વચન મેળવવા વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. ગુરૂદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિત્તે ગીતા વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ ભગવાન, વેદવ્યાસજી તથા પૂજ્ય ગુરૂદેવની પૂજા અર્ચના બાળકો તથા મોટેરાઓ દ્વારા કરવામાં આવી હતી. અને બાળકો દ્વારા શ્રીમદ્ ભગવત ગીતાનો પાઠ રામ ચરિત માનસની ચોપાઇ અને વિવિધ સ્ત્રોતનું અધ્યયન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular