Wednesday, August 26, 2026
Homeરાજ્યજામનગરસિક્કામાં ઇલેકટ્રીક થાંભલામાંથી 1.80 લાખના વાયરની ચોરી

સિક્કામાં ઇલેકટ્રીક થાંભલામાંથી 1.80 લાખના વાયરની ચોરી

જામનગર તાલુકાના સિક્કા સોલ્ટ વિસ્તારમાં ઇલેકટ્રીક થાંભલામાંથી અજાણ્યા તસ્કરો રૂા. 1.80 લાખની કિંમતનો એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા સોલ્ટ વિસ્તારમાં આવેલા ઇલેકટ્રીક થાંભલાની લાઇનમાંથી અજાણ્યા તસ્કરોએ એલ.ટી.વાયર રૂા. 1,324,400ની કિંમતનો 5400 મીટર તેમજ રૂા. 38 હજારની કિંમતનો 840 મીટર એચ.ટી.વાયર તથા રૂા. આઠ હજારની કિંમતનો સાત મીટર વાયર મળી કુલ રૂપિયા 1,80,400ની કિંમતનો એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતાં પીજીવીસીએલના ડેપ્યુટી એન્જી. અમિતભાઇ રમેશભાઇ પરમાર નામના કર્મચારીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. જે. એમ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular