જામનગરના લાખોટા તળાવમાં મહિલાએ છલાંગ લગાવી હતી. આ દરમિયાન ટિકિટબારી પર ફરજ બજાવતી મહિલાએ તેને બચાવી હતી.
View this post on Instagram

જામનગરના ખોજાવાડના નાકા પાસે રહેતી એક મહિલાએ આજે સવારે તળાવમાં છલાંગ લાગી હતી. આ ઘટના રોડ પરથી પસાર થતાં લોકોને ધ્યાને આવતાં ફાયર વિભાગને જાણ કરી હતી. આ દરમિયાન લાખોટા તળાવની ટિકિટબારી પર ફરજ બજાવતા દિવ્યાબેન નંદા નામની મહિલાને પણ આ ઘટના ધ્યાને આવતાં તેમને સ્વિમીંગ ન આવડતું હોવા છતાં પોતાના જીવની ચિંતા કર્યા વિના તળાવમાં કુદી પડયાહ તાં અને મહિલાને બચાવી હતી.