લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાંથી પસાર થતાં બાઇક પર બેસેલાં મહિલા અકસ્માતે પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતાં અને માલધારીનો વ્યવસાય કરતાં નાથાભાઇ ભાંગરા નામના યુવાનના પત્ની સંતોકબેન મંગળવારે સાંજના સમયે બાબુભાઇ સાથે જીજે-10-બીએસ-4720 નંબરના બાઇક પર ઘર તરફ આવતાં હતાં તે દરમ્યાન શાળા નજીક પહોંચ્યા ત્યારે બેફિકરાઇથી આવતી બાઇકમાં પાછળ બેસેલાં મહિલા અકસ્માતે પડી જતાં માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જયા તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ નાથાભાઇ દ્વારા જાણ કરતાં પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફે બાઇક સવાર બાબુભાઇ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.