Thursday, December 2, 2021
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રૌઢની અગમ્ય કારણોસર આત્મહત્યા

જામનગર શહેરમાં પ્રૌઢની અગમ્ય કારણોસર આત્મહત્યા

ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી : ચેલામાં ખેતરમાં પાણી વાળતા સમયે હ્રદય રોગના હુમલાથી પ્રૌઢનું મોત : નવાનાગનામાં છાતીમાં દુખાવો થવાથી યુવાનનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના મંગલબાલ પાસેના વાલ્મિકી નગરમાં રહેતાં પ્રૌઢે અગમ્ય કારણો સર તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર તાલુકાના ચેલા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી વાળતા સમયે બે શુધ્ધ થઇ જતાં પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતાં યુવાનનું છાતીમાં દુખાવો થવાથી સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં મંગલબાગ શેરી નં.4 પાસેના વાલ્મિકી નગરમાં રહેતાં બાબુભાઇ સિદીભાઇ પરમાર (ઉ.વ.58) નામના પ્રૌઢે મંગળવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં ફરજ પરના તબિબોએ તેમનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર દિપક પરમાર દ્વારા જાણ કરતાં હેકો.જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર તાલુકાના ચેલા ગામની સીમમાં આવેલાં ખેતરમાં પાણી વાળતા સમયે અનોપસિંહ સિદુભા દેદા(ઉ.વ.53) નામના પ્રૌઢને એકાએક ચક્કર આવતાં બેશુધ્ધ થઇ જતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર અનિરૂધ્ધસિંહ દ્વારા જાણ કરતાં એએસઆઇ એમ.એલ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથધરી હતી.

ત્રીજો બનાવ જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતાં નાથાલાલ નારણભાઇ રાઠોડ(ઉ.વ.49) નામના યુવાનને ગેસની તકલીફના કારણે મંગળવારે વહેલી સવારના સમયે તેના ઘરે છાતીમાં દુખાવો થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયા ફરજ પરના તબિબોએ મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર મુકેશ દ્વારા જાણ કરતાં હેકો. કે.કે.ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular