જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રહેતાં મહિલાને તાવ આવતો હોય. જેથી તેના પતિને પંખો બંધ કરવાનું કહેતા બંને વચ્ચે થયેલી બોલીચાલી બાદ કૌટુંબિક જેઠે લાકડી વડે મહિલા ઉપર હુમલો કર્યો હતો.

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં માતાજીના મંદિર પાછળ રહેતા જેઠીબેન સિધ્ધરાજ ઘોડા નામની ચારણ મહિલાને તાવ આવતો હોવાથી સુતા હતાં તે દરમિયાન તેના પતિએ પંખો ચાલુ કરતા પત્નીએ પંખો ચાલુ કરવાની ના પાડતા દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન મહિલાના કૌટુંબિક જેઠ રામદેવ પોલા ઘોડા ફળિયામાં ભેંસો દોતા હતા તેણે આવીને તું મારા ભાઈની સામે કેમ બોલે છે ? તેમ કહી લાકડી વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. જેઠ દદ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે હેકો આઈ ડી જાડેજા તથા સ્ટાફે જેઠ વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.