Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરનો-હોકિંગઝોન અંગે કોર્ટનો આદેશ પણ અમલવારી કેમ નહીં ? - VIDEO

નો-હોકિંગઝોન અંગે કોર્ટનો આદેશ પણ અમલવારી કેમ નહીં ? – VIDEO

બર્ધન ચોકમાં વેપારીઓ દ્વારા બંધ પાડી રેલી યોજાઇ : કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના કાયમી નિકાલની માંગણી

- Advertisement -

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં નો-હોકિંગ ઝોનની અમલવારી કરાવવની માંગ સાથે બર્ધન ચોક વેપારી મહામંડળ દ્વારા આજરોજ સવારથી દુકાનો બંધ રાખી હતી. અને ત્યારબાદ દરબારગઢથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી અને કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. જો આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને જરૂર પડયે હાઈકોર્ટમાં જવાની પણ ચિમકી ઉચ્ચારાઈ હતી જેમાં વેપારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

જામનગર શહેરમાં અનેક ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો પર રેંકડી ધારકો દ્વારા દબાણ કરાતા અવારનવાર ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી રહે છે. ખાસ કરીને જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં આ સમસ્યા ખુબ મોટા પાયે સતાવી રહી છે. આ વિસ્તારને નો-હોકિંગ ઝોન જાહેર કરાયો છે. આમ છતાં તંત્ર તેની અમલવારી કરાવવામાં સંદતર નિષ્ફળ જતું જોવા મળે છે. આ વિસ્તારમાં નો-હોકિંગ ઝોન હોય આમ છતાં પથારાવાળાઓ તથા રેંકડી ધારકો દ્વારા રોડની બન્ને બાજુએ ખડકાઇ જતાં અહીંથી વાહન ચાલકોને પસાર થવું ભારે મુશ્કેલ પડે છે. એમાં પણ સીટી બસ જેવા ભારે વાહનો પસાર થાય ત્યારે ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા છાશવારે અહીંથી રેંકડી ધારકો તથા પથારાવાળાઓને હટાવવામાં આવે છે. પરંતુ થોડા જ સમયમાં ફરીથી પરિસ્થિતિ જેમની તેમ થઇ જતી હોય છેે. નો-હોકિંગ ઝોન હોવા છતાં તંત્ર તેની અમલવારી કરાવવામાં વામણું પુરવાર થતું હોય તેવું જોવા મળી રહયું છે.

- Advertisement -

ત્યારે બર્ધનચોક સહિતના વિસ્તારોમાં નો-હોકિંગ ઝોનની અમલવારી કરાવવાની માંગ સાથે બર્ધનચોક વેપારી મહામંડળ દ્વારા આજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઇ સવારથી જ આ વિસ્તારોની તમામ દુકાનો બંધ રાખી વેપારીઓ આ બંધના એલાનમાં જોડાયા હતા. અને ત્યારબાદ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવરથી વેપારીઓની રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી રેલી બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં જો કોઇ ઈમરજન્સી સેવા જેવી કે 108, કે ફાયર ફાઈટરની જરૂર પડે તો તે પણ પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી. આથી કોર્ટના આદેશની અમલવારી કરી બર્ધનચોક, માંડવી ટાવર, દરબારગઢ સહિતના વિસ્તારોમાં નો-હોકીંગ ઝોનની અમલવારી કરાવવા માંગણી કરાઈ હતી. જો આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં કરાઇ તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular