Saturday, December 7, 2024
Homeરાષ્ટ્રીયસીતાના નેપાળ કરતા રામના ભારતમાં પેટ્રોલ કેમ મોંઘુ ? જાણી લો પેટ્રોલિયમ...

સીતાના નેપાળ કરતા રામના ભારતમાં પેટ્રોલ કેમ મોંઘુ ? જાણી લો પેટ્રોલિયમ મંત્રીનો જવાબ

- Advertisement -

પેટ્રોલના વધતા ભાવના મુદ્દે રાજ્યસભામાં વિપક્ષોએ સરકારને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી હતી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે અને તેના કારણે કિંમતોમાં વધારો થયો છે. આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમત $ 61 છે. પ્રધાને ઉમેર્યું કે રાજ્યો અને કેન્દ્ર સરકાર બંને જવાબદાર છે અને આ મુદ્દાને કાળજીપૂર્વક સંભાળવાની જરૂર છે. તેમણે એમ કહ્યું હતું કે ભારત સરકારે પાછલા કેટલાક વર્ષોમાં એકસાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.

- Advertisement -

સમાજવાદી પાર્ટીના સાંસદ વિશંભર પ્રસાદ નિશાદે રાજ્યસભામાં પેટ્રોલીયમ મંત્રીને સવાલ કર્યો હતો કે, “કેમ સીતાના નેપાળ કરતા રામના ભારતમાં બળતણની કિંમત વધુ છે? ” તો ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે પાડોશી દેશો સાથે ભારતની કિંમતોની તુલનાને અસંગત ગણીવી છે. સાથે પેટ્રોલના ભાવો ઓલ ટાઇમ હાઇ હોવાનો પણ તેમણે ઇનકાર કર્યો.  વધુમાં તેઓએ કહ્યું કે  આ દેશો સાથે ભારતની તુલના કરવાનું ખોટું છે. ત્યાં સમાજના થોડા લોકો તેનો ઉપયોગ કરે છે. જ્યારે કેરોસીનના ભાવોમાં ભારત અને આ દેશોમાં બહુ તફાવત છે. બાંગ્લાદેશ, નેપાળમાં કેરોસની આશરે 57થી 59 રૂપિયામાં મળે છે. જ્યારે ભારતમાં તેની કિંમત રૂ. 32 પ્રતિ લીટર છે. દેશમાં છેલ્લા બે મહિનાથી સતત થોડા-થોડા સમયના અંતરે પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે એક વર્ષમાં માત્ર 50 દિવસ ભાવોમાં ફેરફાર થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular