જામનગરના મહાદેવનગર વિસ્તારમાં એક મહિલાએ તેના ઘર પાસેથી ગલુડિયા કાઢતા શખ્સના મિત્રને આ અંગે વાત કરતા શખ્સે મહિલાને અપશબ્દો બોલી પ્લાસ્ટિકનો પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના મહાદેવનગર રોડ રાધે-ક્રિષ્ના ચોક નજીક રહેતાં નીતાબેન ભરતભાઈ વરાણિયા નામના મહિલાના ઘર પાસે ગલુડિયા હોવાથી કેશુભાઇ માલદેભાઈ ભાટીયા નામના શખ્સનો મિત્ર હેમંત તેને કાઢતો હતો. એ બાબતે નીતાબેને વાત કરતાં ઉશ્કેરાયેલા કેશુભાઈ ભાટીયાએ ઉશ્કેરાઈ જઈ મહિલાને અપશબ્દો બોલ્યા હતાં ત્યારબાદ નજીકમાં રહેલો પ્લાસ્ટિકનો પાઈપ ઉપાડી ફરિયાદીના કપાળ પર ઝીંકી દીધો હતો. જેના પરિણામે મહિલાને ઈજા પહોંચતા આ અંગે જામનગર સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી સી પોલીસે કેશુ ભાટીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.