Thursday, April 18, 2024
Homeરાષ્ટ્રીયદેશના વરિષ્ઠ પત્રકાર પ્રભુ ચાવલાએ પ્રધાનમંત્રી પરના ખુલ્લા પત્રમાં શું લખ્યું છે?:...

દેશના વરિષ્ઠ પત્રકાર પ્રભુ ચાવલાએ પ્રધાનમંત્રી પરના ખુલ્લા પત્રમાં શું લખ્યું છે?: વાંચો અહીં..

બિમાર ભારત મોદી તરફ આશાની નજરે જોઇ રહ્યું છે: પ્રભુ ચાવલા

- Advertisement -

ચિતાઓ જયારે દિવસ-રાત સળગી રહી છે, જાણે કે ભારતની આશાઓ સળગી રહી હોય અને લોકો હોસ્પિટલની લોબીમાં એક-એક શ્ર્વાસ માટે તરફડિયા મારતા મરી રહ્યા હોય, ત્યારે સમય છે કે, આપણે નેપોલિયન બોનાપાર્ટના શબ્દ યાદ કરીએ, એક નેતા આશાનો સોદાગર હોય છે. ભારતે જયારે તમને બીજી વખત ચૂંટી કાઢયા, 130 કરોડ દેશવાસીઓને વિશ્ર્વાસ હતો કે, તમે નવા ભારતની સર્વશ્રેષ્ઠ આશા છો. તમે અર્થતંત્ર ઉદાર બનાવવા, બ્યૂરોક્રસી પર લગામ કસવા, લઘુમતી તુષ્ટિકરણને સુનિશ્ર્ચિત કરવાના શપથ લીધા હતી. તમારો સિદ્ધાંત હતો, કામ ને બોલવા દો, નેતાને નહીં.

સાત વર્ષ પછી બ્રાન્ડ મોદી ઓકિસજન પર છે. મહામારીને સાચવવાની સરકારની ક્ષમતા પર ઉઠી રહેલા સવાલ પર તમામા મૌનથી તમારા પ્રશંસકો નિરાશ છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યાના કેટલાક મહિના પછી તમારી નવી અને વ્યવહારિક રીતોએ ભયાનક ભૂંકપ પછી રાજયને ઝડપથી પાટે ચડાવ્યું હતું. કોવિડ-19ની પ્રથમ લહેેર પછી બીજા દેશોની તુલનામાં વાઇરસને ઝડપથી કાબુમાં લેવાના મુદ્ે તમારી પ્રશંસા થઇ હતી. સ્વદેશી નિર્માતાઓ અને વેકિસન શોધવા અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા માટે તમારા વખાણ થયા હતા. પછી તાજેતરમાં જ તમે કહ્યું, આપણી સામે અજાણ્યો દુશ્મન છે. છેલ્લા કેટલાક સમયમાં દેશવાસીઓએ જે દુ:ખ સહન કર્યુ છે, હું પણ એ દુ:ખ અનુભવી રહ્યો છું, તમારી ટીમની આ દુ:ખ ભરેલી ભાવનાઓ પહેલા કેમ જાગી નહીં? નદીઓમાં તરતી લાશો. હોસ્પિટલની બહાર મરતા ભારતીય, ઓકિસજનની ભીખ માગતાં દર્દી અને જીવનરક્ષક દવાઓની અછતનાં દ્દશ્યોએ આત્માઓને હચમચાવી નાખ્યા છે. દુ:ખદ છે કે, હવે ખુશામતખોરો દ્વારા રાગના સ્થાને નકારાત્મક અવાજો શાંતિ આપી રહ્યા છે.

નેતાની સફળતા તેની ટીમનાં સભ્યો પર નિર્ભર હોય છે. જનતાને લાગે છે કે, તમારી આખી ટીમનો ઉદ્ેશ્ય માત્ર ખુશામતખોરી છે, જેમાં મંત્રી, મુખ્યમંત્રી, સિવિલ સર્વેન્ટ અને સ્વધોષિત ઇન્ફલૂંએન્સર સામેલ છે. જે તમારા સમર્થક હોવાનો દાવો કરે છે, તેઓ સરકાર પર હુમલો કરનારા વિરૂધ્ધ ગાળોથી ભરપૂર તીખી નિંદામાં ડૂબેલા રહે છે. તેઓ બાળકૂ અને અભદ્ર વેબસાઇટ તથા સોશિયલ મીડિયા હેન્ડલ બનાવીને તમારો અને તમારા પ્રદર્શનનો બચાવ કરે છે. અત્યારે અમને તમારા પ્રદર્શન અને ગુમાવી દીધેલા પ્રભાવની જરૂર છે, પ્રચારની નહીં. કેન્દ્રએ નકકામી વેકિસન મૈત્રી શા માટે અપનાવી, જયારે નાગરિકો માટે પુરતી વેકિસન જ ન હતી? આખરે શા માટે તમારા ખુશામતખોર સલાહકારોએ પુરતો ઓર્ડર આપ્યો નહી?
ભારતીયો માટે સૌથી બિહામણું છેુ ખુદને બચાવવા માટે બીજા પર નિર્ભરતા. તમે અમને ગર્વથી ભરપુર આત્મનિર્ભર ભારત બનવા કહ્યું હતું. જો કે, વિદેશો પાસેથી નાની-મોટી મેડિકલ મદદ લેવાથી આપણું ગર્વ માટીમાં મળી ગયું છે. ભારતીય હવે સંકોચિત અનુભવી રહ્યા છે, જયારે તેઓ સમાચારોમાં પાકિસ્તાન દ્વારા મદદની ઓફર જુએ છે. આ બાજુ મંત્રાલય અને આધિકારિક વિભાગ ખુશામતખોરીમાં વ્યસ્ત રહ્યાં હતા. રાષ્ટ્રિય પરિદશ્યમાં તમારા આગમન પછી ભારતીયોમાં ગર્વ પેદા થયો હતો. જો કે, આફત એસિડ જેવી હોય છે, જેમાં બધું જ ઓગળી જાય છે. આવા સમયમાં નેતૃત્વના સાહસની પરીક્ષા હોય છે. ભારતને ચિંતા અને સમાધાનની જરૂર છે, સામનાની નહીં. એક નેતાએ નિષ્ફળતાની જવાબદારી માથે લેેવી જોઇએ. તમારા ઇરાદા હંમેશા સારા જ રહ્યા છે, પરંતુ લાગે છે કે, ખુશામતખોરો, અવિશ્ર્વસનીય જનસેવકો, તકવાદીઓ અને અર્ધ-સાક્ષર વિજ્ઞાનીઓએ, તંત્રને ખાડામાં નાખી દીધું છે. તેઓ હોબાળો મચાવીને તમારી ગેરલાયકાત છુપાવવા માગે છે, જયારે કે વાસ્તવિક વ્યસાયિકોને તંત્રએ ખાડામાં નાખી દીધું છે. તેઓ બ્રાન્ડ મોદીને નષ્ટ કરવા માગે છે. તેઓ હોબાળો મચાવીને તમારી ગેરલાયકાત છુપાવવા માંગે છે.જયારે કે વાસ્તવિક વ્યવસાયિકોને સત્ય સાથે તમારી સુધી પહોંચવા દેવાતા નથી. એક દુર્જેય ટૂકડી તમારા વિરૂધ્ધ કામ કરી રહી છે, પરંતુ જે હજુ પણ તમારામાં આશા જુએ છે, તે વાસ્તવિક આત્મનિરિક્ષણની અપેક્ષા રાખે છે. તમે તેમને તક આપી, જેમણે તેમને નિરાશ કર્યા છે. હવે સમય છે કે, તેમને સિસ્ટમમાંથી હાંકી કાઢવામાં આવે. બીમાર ભારત હવે મોદી તરફ આશાની નજરે જોઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular