Sunday, October 13, 2024
Homeમનોરંજન“મન્નત” માં પુરાયેલો આર્યન ખાન મેટ્રોમાં ક્યાંથી પહોચ્યો, આ વીડિઓ જુઓ

“મન્નત” માં પુરાયેલો આર્યન ખાન મેટ્રોમાં ક્યાંથી પહોચ્યો, આ વીડિઓ જુઓ

- Advertisement -

ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની બ્લેક માસ્ક અને હુડીવાળું ટીશર્ટ પહેરેલ તસ્વીરો સોશિયલ મીડિયામાં એટલી બધી વાઈરલ થઇ હતી કે સૌ કોઈના દિમાગમાં તેની તસ્વીર છપાઈ ગઈ હતી. આર્યન મુંબઈમાં જેલમાં અને ત્યારબાદ પોતાના ‘મન્નત’ બંગલામાં પુરાયેલો હતો. તો પછી દિલ્હીની મેટ્રોમાં આ ‘નવો’ આર્યન ખાન ક્યાંથી આવ્યો?

- Advertisement -

થોડા દિવસ પહેલાં અમુક લોકોએ યલ્લો કલરનું હૂડીવાળું ટીશર્ટ પહેરેલું અને મોં પર બ્લેક માસ્ક પહેરેલ એક વ્યક્તિને જોયો જે આર્યન જેવો જ લાગી રહ્યો હતો. આર્યનખાને પણ ડ્રગ્સ કેસ વખતે આવા જ કપડાં પહેર્યા હોવાથી આમ થયું હતું.પરંતુ આ ગડમથલમાં વિડીઓ એટલો બધો વાયરલ થયો કે ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકોએ જોઈ લીધો.

- Advertisement -

ખરેખર દિલ્હીની મેટ્રોમાં લોકોએ જેને જોયો એ આર્યન ખાન નહી પરંતુ આર્યનનો ડુપ્લિકેટ દાનિશ ઝેહાન છે. દાનિશ ‘ટ્રેન્ડ કેપ્ટન’ નામે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામના બાયોમાં  રૅપર, ફેશન મોડલ, ફોટોગ્રાફર, ઓડિયો-વીડિયો એડિટર, યુટ્યુબર, રાઇટર, ફિટનેસ એક્સપર્ટ લખ્યું છે. તેનો ચેહરો ભલે આર્યનખાનથી મળતો નથી આવતો પરંતુ તે માસ્ક પહેરે એટલે આર્યનખાન જેવો જ લાગે છે. મેટ્રોમાં બેસીને દાનીશે વિડીઓ અપલોડ કર્યા બાદ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પણ ઘણા વધી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular