Sunday, October 6, 2024
HomeવિડિઓViral Videoરિલ્સ બનાવતા કપલના વિડીયોમાં પાછળના કપલનો ખેલ કેપ્ચર...VIDEO

રિલ્સ બનાવતા કપલના વિડીયોમાં પાછળના કપલનો ખેલ કેપ્ચર…VIDEO

- Advertisement -

જાહેર સ્થળો પર જ્યાં નજર કરો ત્યાં રિલ્સ બનાવતાં લોકો દેખાય જાય છે. આજકાલ જાહેર સ્થળોએ પણ લોકો રિલ્સ બનાવતાં જોવા મળે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડીયા પર વાયરલ થયેલા એક વિડીયોએ ધમાલ મચાવી છે. જેમાં એક કપલ સોંગ પર વિડીયો બનાવી રહ્યું છે. ત્યારે પાછળ બીજા કપલનું ‘મોયે મોયે’ કેપ્ચર થઇ જાય છે.

- Advertisement -

સોશિયલ મીડીયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ થયો છે. જે વિડીયોને પોસ્ટ થતાંની થોડી જ સેક્ધડમાં મબલખ વ્યૂઝ મળી રહે છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે, એક ગાર્ડનમાં સીડીઓ પાસે એક કપલ સોંગ પર રિલ્સ બનાવી રહ્યું છે. પરંતુ આ વિડીયોની બધી જ ક્રેડીટ પાછળનું કપલ લઇ જાય છે. કારણ કે, જ્યારે આ કપલ સોંગ પર વિડીયો બનાવી રહ્યું હતું ત્યારે પાછળ બીજુ કપલ રોમેન્ટીક પોઝ આપીને રીલ બનાવી રહ્યું હતું. જે દરમિયાન યુવક તેની પ્રેમિકાને ઉંચકીને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો. જે દરમિયાન અચાનક જ બેલેન્સ ગુમાવતા યુવતિ સીડીઓ પરથી નીચે રળી જાય છે અને આસપાસના લોકો તેને સંભાળવા દોડી જાય છે.

- Advertisement -

આમ, જાહેરમાં રીલ બનાવતી વખતે ઘણી વખત આપણી આસપાસની ફની ઘટનાઓ વિડીયોમાં કેપ્ચર થઇ જતી હોય છે. ત્યારે જોવા જેવું એ છે કે, આ વિડીયો જોનારા તમામનું ધ્યાન લગભગ પાછળના કપલના ‘મોયે મોયે’ પર જ ગયું હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular