જામનગર તાલુકાના કનસુમરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પેઢીમાંથી અજાણ્યા તસ્કરોએ ઓફિસની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી રૂા. 1,90,000ની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પ્રણામી સ્કૂલ સામે, હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલા એકતા એપાર્ટમેન્ટના એ-102 નંબરના ફ્લેટમાં વસવાટ કરતાં ભાવેશભાઇ રમેશભાઇ મૂલચંદાણી (ઉ.વ.34) નામના વેપારી યુવાનનું કારખાનું કનસુમરા જીઆઇડીસી, સર્વે નંબર 186, પ્લોટ નંબર 9/5માં આવેલી ગિરસન સર્ફીન કેમિકલ નામની પેઢીમાં ગત્ તા. 16ના રોજ વહેલીસવારના સવા ચાર વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ ઓફિસની બારીની ગ્રીલ કોઇ તિક્ષણ હથિયાર વડે તોડીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં ટેબલના ખાનામાં પડેલી રૂા. 1,90,000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ વેપારી દ્વારા કરવામાં આવતાં પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.


