Homeરાજ્યજામનગરજામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદનું ‘હિતચિંતક અભિયાન -2026’ વેગવંતુ - VIDEO

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદનું ‘હિતચિંતક અભિયાન -2026’ વેગવંતુ – VIDEO

જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે સ્વયં હિતચિંતક બની સમાજને જોડાવા આહ્વાન કર્યું

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના રાષ્ટ્રવ્યાપી 6 ડિસેમ્બર સુધી ચાલી રહેલા ‘હિતચિંતક અભિયાન -2026’ અંતર્ગત જામનગર મહાનગર ખાતે ગુજરાત ક્ષેત્રના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ધીરુભાઈ કપુરીયાનો વિશેષ પ્રવાસ યોજાયો હતો. “ચાલો મંદિર જઈએ, હિન્દુ હિતની વાત કરીએ” ના સંકલ્પ સાથે સવારથી સાંજ સુધી શહેરના વિવિધ ધાર્મિક અને સામાજિક સ્થાનો પર સંપર્ક અને સંવાદના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો સંગઠન સાથે જોડાયા હતા.

- Advertisement -

છોટી કાશી ગણાતા જામનગરના સુપ્રસિદ્ધ શ્રી ૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રીએ વિશ્વ હિન્દુ પરિષદના હિત ચિંતક અભિયાનના સાહસંયોજકને વિગતો આપી સ્વયં ધનરાશી અર્પણ કરી વિશ્વ હિન્દુ પરિષદના ‘હિતચિંતક’ બનીને સમગ્ર હિન્દુ સમાજને ધર્મકાર્ય અને રાષ્ટ્રહિત અર્થે આ અભિયાનમાં જોડાવા પ્રેરક આહ્વાન કર્યું હતું.

- Advertisement -

પવિત્ર ગુરુ નાનક જયંતી નિમિત્તે ધીરુભાઈ કપુરીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓએ જામનગર સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કર્યા હતા અને શીખ સમાજના ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ સિંધી સમાજ સ્થિત પવિત્ર શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે પધારતા સમાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌને સંગઠનના ‘હિતચિંતક’ બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગરના ગોમતીપુર સ્થિત કાલભૈરવ મંદિરે સિદ્ધનાથ પ્રખંડમાં રેખાબેન લાખાણી દ્વારા ચાલતા સત્સંગ મંડળની મુલાકાત લેવામાં આવી હતી. અહીં ધીરુભાઈ કપુરીયાએ અભિયાનનો ઉદ્દેશ્ય સમજાવી વિસ્તારની બહેનો તેમજ પરિવારોને ‘હિતચિંતક’ બનાવ્યા હતા અને કારસેવક બહેનોનું વિશેષ અભિવાદન કર્યું હતું. ત્યારબાદ જામનગર મહાનગર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયાના નિવાસસ્થાને મુલાકાત લઈ બેડેશ્વર વિસ્તારમાં અભિયાન યોજાયું હતું, જ્યાં સ્થાનિક નાગરિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ સાથે મોટી સંખ્યામાં લોકો હિતચિંતક બન્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સૌરાષ્ટ્ર પ્રાંત લીગલ સેલના અધિકારી તેમજ વિભાગ વાલી એડવોકેટ ધર્મેશભાઈ ગોંડલીયા અને મંત્રી રસિકભાઈ અમરેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, વિભાગ મંત્રી રમેશભાઈ તારપરા, મહાનગર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, સેવા વિભાગ પ્રમુખ અને હિતચિંતક અભિયાનના સહ-સંયોજક કિંજલભાઈ કારસરીયા, જામનગર ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ સુરેશભાઈ ગોંડલીયા, લીરીબેન માડમ, પ્રફુલાબેન અગ્રાવત, પુનિતાબેન, સિદ્ધનાથ પ્રખંડ અધ્યક્ષ બાલુભા જાડેજા, મંત્રી ભરતભાઈ લાખાણી સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular