બાળકોની નિર્દોષતા હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક એવો જ ક્યૂટ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાનકડું બાળક પોતાના રમકડાંના ટ્રકમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક દોરીથી પોતાનું રમકડાંનું ટ્રક ખેંચીને પેટ્રોલ પંપ પર આવે છે અને કર્મચારીને પૈસા આપીને તેમાં પેટ્રોલ ભરવા કહે છે.પેટ્રોલ પંપના કર્મચારીએ બાળકનું દિલ તોડવાને બદલે ખૂબ જ પ્રેમથી નોઝલ કાઢીને જાણે સાચે જ પેટ્રોલ ભરતા હોય તેવો અભિનય કર્યો. ત્યારબાદ તેમણે બાળક પાસેથી લીધેલા પૈસા પણ પાછા આપી દીધા.આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર DailySpark (@PantMania) નામના એકાઉન્ટ પરથી “Tank full of happiness” કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે.
Tank full of happiness https://t.co/46b6BRgA2g
— DailySpark (@PantMania) November 17, 2026
બાળકની માસૂમિયત અને પેટ્રોલ પંપ કર્મચારીની સંવેદનશીલતાએ નેટિઝન્સના દિલ જીતી લીધા છે. આ વીડિયો સાબિત કરે છે કે નાની-નાની ખુશીઓ વહેંચવાથી કોઈનું પણ દિવસ બની શકે છે.


