Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયમણિપુરમાં ફરી હિંસા, મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા

મણિપુરમાં ફરી હિંસા, મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા

- Advertisement -

મણિપુરમાં આજે ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય બદમાશોએ ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે, મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોનને ઓળંગીને મેઇતેઇ વિસ્તારોમાં આવ્યા હતા અને મેઇતેઇ વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું. કેન્દ્રીય દળોએ બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા વિસ્તારથી બે કિમીથી આગળ બફર ઝોન બનાવ્યો છે. આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં અનેક જગ્યાએ ગોળીબાર બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. બેકાબૂ ટોળાની સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. મણિપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદે બંકરોનો નાશ કર્યો હતો. માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા ઈંછઇ યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની 2G અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને ભગાડ્યો હતો. અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ’આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કર્યા પછી મણિપુરમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં 160 થી વધુ લોકોના મોત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular