અવારનવાર વાયરલ થતાં વિડિયોમાં કેટલાંક વિડિયો એવા હોય છે કે, જે યુઝર્સને તો આશ્ચર્ય પમાડતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક મારામારીનો વિડિયો વાયરલ થયો હતો. પરંતુ નવાઇની વાત એ હતી કે આ મારામારી એક મહિલા અને એક પુરૂષ વચ્ચે થઇ હતી. જે જોઇને લોકો કહી રહ્યાં છે કે, આજ કી નારી સબ પે ભારી અહીં એક પુરૂષ અને એક મહિલા એકબીજાને સાથે લડતાં જોવા મળે છે. જો કે, આ ઝઘડો શા માટે થયો હતો?તે જાણવા મળતુ નથી. પરંતુ આ વિડિયો વાયરલ થવાનું કારણે મહિલાનો મજબૂત અંદાજ છે.
इतिहास गावह है किसी कैमरा मैन ने आज तक किसी की मदद नहीं की 😜😂🤣😀 pic.twitter.com/yvsAhHiK3G
— Mahima Yadav (@SinghKinngSP) June 18, 2025
સોશિયલ મિડિયાના એક્સ પ્લેટફોર્મ પર @SinghKinngSP એકાઉન્ટ પરથી એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જોઇ શકાય છે કે, મહિલા-પુરૂષનું ગળુ પકડીને રસ્તા પર ફેંકે છે. પુરૂષ પોતાને છોડાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે સફળ થતો નથી. આમ, આ વિડિયો સ્ત્રીશક્તિને સાબિતી આપે છે. લોકો આ વિડિયો જોઇને કહી રહ્યાં છે કે, આજ કી નારી સબ પે ભારી તો વળી કેટલાંક લોકો કહી રહ્યાં છે કે, ઇતિહાસ સાક્ષી છે કે કયારેય કોઇ વિડિયો ઉતારનાર મદદમાં નથી જતો. આમ, આ મારામારીના વિડિયોએ સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી છે.