જામનગર ખાતે ફૈડરિક ફુટબોલ એકેડમીના આયોજનમાં યોજાયેલી ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટ “સેન્ટ ચાવરા કપ” ભવ્ય રીતે પૂર્ણ થઈ. વર્ષોંથી ફૂટબોલ ક્ષેત્રે કાર્યરત અને નેશનલ પ્લેયર તેમજ એકેડમીના સ્થાપક અને અને જામનગર ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એશોસિએશનના ઉપપ્રમુખ ફેડરિક મિરન્ડાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ દ્વારા જામનગરના ખેલપ્રેમીઓ માટે નવા ઇતિહાસના પાનાં ઉમેર્યા છે.
આ ટુર્નામેન્ટમાં કુલ 65 ટીમોએ ભાગ લીધો અને 750થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. જેમા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બોયઝ અને ગર્લ્સ બંને કેટેગરી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં 30 જેટલા વિદેશી વિધાર્થીઓ ખેલાડીઓનો પણ ટુર્નામેન્ટમાં ઉત્સાહભર્યો ભાગ લીધો હતો. 10થી વધુ છોકરીઓએ પણ જુસ્સાથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો. આ સ્પર્ધા 14મી જૂનથી શરૂ થઈને 28મી જૂન સુધી યોજાઈ હતી.
અંડર 8 થી લઈને ઓપન કેટેગરી સુધીની ટુંકાવધિની મેચો –
U-8: 15 મિનિટ
U-10: 15 મિનિટ
U-13: 20 મિનિટ
U-15: 28 મિનિટ
U-17: 35 મિનિટ
ઓપન કેટેગરી: 60 મિનિટ
વરસાદી વાતાવરણ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં માસ્ટર મૈરાકી જામનગર-રાજકોટ અને યુનાઈટેડ એફસી રાજકોટ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. રમતની દરેક મિનીટમાં ખેલાડીઓનો જુસ્સો અને કૌશલ્ય છલકાયું.
આ ટુર્નામેન્ટના આયોજક અને કોચ ફૈલ્સીના મિરાન્ડાએ જણાવ્યુ હતુ કે મુખ્ય ઉદ્દેશો પૈકીનો એક હતો, ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ મજબૂત પ્લેટફોર્મ આપવો અને શહેરના ઉદયી જ રહેલા યુવા ફૂટબોલરોને મંચ આપવા માટે પ્રયાસ કરવામા આવેલ. આ ફાઈનલ મેચના પ્રારંભમાં અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક, HDFC બેંકના નીરજભાઈ દત્તાણી, અગ્રણીઓ દિનેશભાઈ મારફતિયા તથા હિતુલભાઈ કારિયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બંને ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિપુલભાઈ કોટક દ્વારા ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવાયો હતો