Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં જુગાર રમતા પાંચ સ્થળોએ પોલીસના દરોડા

જામનગર શહેર અને જિલ્લામાં જુગાર રમતા પાંચ સ્થળોએ પોલીસના દરોડા

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં બાવળની ઝાડીઓમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ શખ્સોને રૂપિયા 18,040ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જામનગર શહેરના ઠેબા ચોકડી પાસેની વાડીમાં તીનપત્તી રમતાં પાંચ શખ્સોને પોલીસે રૂા. 12,100ની રોકડ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. કાલાવડ-રણુંજા રોડ પર બાવળની ઝાડીમાંથી જુગાર રમતા સાત શખ્સને કાલાવડ પોલીસે રૂા. 12,850ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. કાલાવડના મોટા વડાળામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રૂા. 10,120ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામનગરના બેડેશ્વરમાંથી જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા. 4250ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના પીપરટોડા ગામના સીમ વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન દિવ્યરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, પંકજસિંહ નરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ રઘુભા જાડેજા નામના ત્રણ શખ્સને રૂા. 18,040ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. એક સિનિયર સિટીઝન તથા મહિલાને નોટીસ આપી હતી.

જુગારના બીજા દરોડાની વિગત મુજબ જામનગરમાં આવેલી ઠેબા ચોકડી પાસે આવેલી વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા સાગર દયાળજી નકુમ, લાલજી બાબુ કછટિયા, રોહિત હસમુખ કછટિયા, રજનીકાંત જેન્તીલાલ નકુમ, જગદિશ નાનજી કછટિયા નામના પાંચ શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 12,100ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ત્રીજો દરોડો કાલાવડ નજીક રણુજા રોડ પર સાતણનેશ પાછળ બાવળની ઝાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહેશ મનુ કપુરિયા, કાનજી દેવરાજ અકબરી, જીતુ ભાયા માટિયા, જયદીપ કાનજી લુણાગરિયા, હરસુખ નારણ કોઠિયા, હાર્દિક વિનોદ ખખ્ખર, રાજેશ મગન વોરા નામના સાત શખ્સ પાસેથી કાલાવડ પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 12,850ની રોકડ અને ગંજીપન્ના કબ્જે કર્યા હતા.

ચોથો દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના જાહેર ચોકમાં જુગાર રમતાં અશરફ હુસેન મુલતાની, કિશન દિલીપ બોરીચા, આરીફ નુરમામદ મોગલ, અજય પ્રવીણ હીરાણી નામના ચાર શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 10,120ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પાણાખાણમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સલીમ કરીમ જેડા, ઓસમાણ જાનમામદ સફિયા, રફિક સલીમ બુચડ અને એક મહિલા સહિત ચાર શખ્સને રૂા. 4250ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular