ચાર પેકેટમાં સાડા ચાર કિલો જેટલા ચરસના જથ્થા સંદર્ભે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દ્વારકા ના કલ્યાણપુર પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો જેની કુલ કિંમત રૂ 2.27 કરોડના થવા જાય છે.પોલીસ ગઈકાલે બુધવારે રાત્રિના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર નજીકથી પોલીસને શંકાસ્પદ હાલત ચાર પેકેટમાં ઉર્દુ તેમજ અંગ્રેજી ભાષામાં કેટલું લખાણ લખેલું હતું. જેને ખોલીને જોતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું જાહેર થયું હતું. કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram


