વડાપ્રધાનના જામનગર રાત્રિરોકાણને લઇ પોલીસ અને તંત્રની સાથે ભારતીય જનતાપાર્ટી પણ તૈયારીમાં લાગી ચૂકી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના ભારતીય જનતાપાર્ટીના ભવ્ય વિજય બાદ પ્રથમવખત વડાપ્રધાન જામનગરના પ્રવાસે આવી રહ્યાં હોય તેમનું અદકેરૂ સ્વાગત ભાજપાના કાર્યકરો દ્વારા કરવા તૈયારી કરાઇ રહી છે.
વડાપ્રધાનના જામનગર આગમનને લઇ ભાજપાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. વડાપ્રધાનના સ્વાગત સન્માનમાં કોઇ ખામી ન રહે તે માટે ભાજપા દ્વારા વિવિધ મોરચાઓ સહિતની ટીમ દ્વારા બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. આ સાથે ગુરૂવારે સાંજના સમયે જામનગર શહેર ભાજપાની ટીમ તથા કલેક્ટર સહિતનાઓ દ્વારા વડાપ્રધાનના આવાગમન રૂટ સહિતના સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલારના સાંસદ પૂનમબેન માડમ, કલેકટર પી. બી. પંડયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ મુકેશભાઇ વરણવા, ભાવેશભાઇ જાની સહિતના દ્વારા તૈયારીની સમીક્ષાની સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram


