Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરબે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

- Advertisement -

ઉત્તર રેલવે ના લખનૌ ડિવિઝનમાં સ્થિત લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કાર્યો ના લીધે, રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

- Advertisement -

ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 19.1.2024ના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવીધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ અને અકબરપુરનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ 20.1.2024ના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular