Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરવ્હોરાના હજીરામાં દરગાહની દાનપેટીમાંથી ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

વ્હોરાના હજીરામાં દરગાહની દાનપેટીમાંથી ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

મોરબીથી બંને શખ્સોને ઝડપી લેતી પોલીસ : રૂા. 1.05 લાખની રોકડ સીહતનો મુદામાલ કબજે

- Advertisement -

જામનગરમાં વ્હોરાના હજીરામાં દરગાહની દાનપેટીમાંથી હાથફેરો કરનાર બે શખ્સોને પોલીસે મોરબી પાસેથી ઝડપી લઇ રૂા. 1.05 લાખની રોકડ સહિતના મુદામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના વ્હોરાના હજીરામાં આવેલ દરગાહમાંથી તસ્કરો દાનપેટી તોડી રૂા. પોણા બે લાખની રોકડ ચોરી કરી ગયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસે નવલખી ફાટક પાસેથી રાજકોટ જિલ્લાના જેતલપુર તાલુકાના જેતલસર ગામના સિકંદર સિદીક પઢીયાર તથા રાજકોટના કરણપરામાં રહેતા વિવેક બિરેન્દ્રસિંગ ચૌહાણ નામના બે શખ્સોને દબોચી લીધા હતાં. બંને શખ્સોની પૂછપરછ હાથ ધરતા આ શખ્સોએ જામનગરના વ્હોરાના હજીરામાં દરગાહમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આ બંને શખ્સો પાસેથી રૂા. 1.05 લાખ રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. બંને શખ્સો સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં 20 જેટલા ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular