Saturday, March 15, 2025
Homeરાજ્યજામનગરફાયનાન્સ કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડનાર રજાક સોપારીની ધરપકડ

ફાયનાન્સ કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડનાર રજાક સોપારીની ધરપકડ

ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી 36 ટ્રકો લોન પર લીધા : હપ્તા નહીં ભરી નુકસાન છેતરપિંડી : પોલીસ દ્વારા એક ડઝન જેટલા શખ્સોની ધરપકડ

- Advertisement -

જામનગરમાં આવેલી ખાનગી ફાયનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા બાદ હપ્તા નહીં ભરી કંપનીને નુકસાન પહોંચાડનાર જામનગરના કુખ્યાત શખ્સ સહિતના એક ડઝન જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં આવેલી ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી લોન પર ટ્રકોની ખરીદી કર્યા બાદ આ ટ્રકોના હપ્તા નહીં ભરી જામનરગ સહિત સૌરાષ્ટ્રમાંથી 36 જેટલા ટ્રકોની લોન પર ખરીદી કરી ફાયનાન્સ કંપનીને 13 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં ફાયનાન્સ કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડનાર રજાક સોપારી અને તેની ગેંગના એક ડઝન જેટલા શખ્સો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે ચક્રો ગતિમાન કરી કુખ્યાત રજાક સોપારીની ધરપકડ કરી હતી અને રજાક સોપારી સહિત તેની ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular