Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

દિગ્વીજય પ્લોટમાંથી બાઈક પર દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે : ખેતીવાડીમાંથી એક શખ્સ એક બોટલ સાથે ઝડપાયો: બે સપ્લાયરોની સંડોવણી ખુલ્લી

જામનગરના દિગ્વીજય પ્લોટ 21 માંથી પસાર થતા બાઈકસવારને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1 હજારની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો કબ્જે કરી શખ્સની અટકાયત કરી હતી. જામનગરના ખેતીવાડી રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની એક બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 21 રોડ પરથી જીજે-10-બીએમ-8214 નંબરના બાઈક પર પસાર થતા શખ્સને પીએસઆઈ એ.આર. રાવલ તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા નરેશ નાનજી મંગે નામના શખ્સના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા અટકાયત કરી પુછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં સાગર હંસરાજ હુરબડા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે સાગરની શોધખોળ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ખેતીવાડી રોડ પર મહાકાલી સર્કલ પાસેથી પસાર થતા મુકેશ મનજી વઘોરા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા પોલીસે મુકેશની પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલ કારુુ વજા બોરીચા નામના શખ્સ પાસેથી ખરીદ્યાનું જણાવતા પોલીસે કારુની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular