Sunday, October 6, 2024
Homeરાજ્યકલ્યાણપુરના ભોગાત ગામેથી દારૂના તોતિંગ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

કલ્યાણપુરના ભોગાત ગામેથી દારૂના તોતિંગ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રૂા. 28 હજારનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દારૂ તથા જુગાર અંગેની ડ્રાઇવ યોજી અને દેશી દારૂના જથ્થા સાથેના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ ગત રાત્રે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સાંગાભાઈ હુણ તથા માંડણભાઈ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ગઢવી મુળુ હરદાસ લુણા (ઉ.વ. 30) તથા ગઢવી ડેરાજ મીયાઝર લુણા (ઉ.વ. 27) નામના બે શખ્સોએ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ અંગેની પ્રવૃત્તિ કરતા ઝડપી લઈ, આ સ્થળેથી 96 દેશી દારૂ તથા 440 લિટર દારૂ બનાવવાનો આથો ઉપરાંત રૂપિયા 25,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂ. 27,800 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી મુરૂ લુણા અને ડેરાજ લુણાની અટકાયત કરી, પ્રોહી. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular