Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરત્રણ જુગાર દરોડામાં પાંચ મહિલા સહિત અઢાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ત્રણ જુગાર દરોડામાં પાંચ મહિલા સહિત અઢાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

શહેરના પટેલ કોલોની શેરી નં. 9માંથી રૂા. 1,48,500ના મુદા્માલ સાથે પાંચ શખ્સો ઝડપાયા : ધ્રોલમાંથી રૂા. 1,42000ના મુદ્ામાલ સાથે 10 શખ્સો જુગાર રમતાં ઝબ્બે : જામજોધપુરના કોટડાબાવીસી ગામે પાંચ મહિલા સહિત આઠ શખ્સો જુગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 9માં રહેણાંક મકાનમાંથી એલસીબીએ પાંચ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન તથા વાહન સહિત રૂા. 1,48,500નો મુદ્ામાલ કબજે કર્યો હતો. ધ્રોલના માધવપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા. 1,42,000ના મુદ્ામાલ સાથે 10 શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં. જામજોધપુરના કોટડાબાવીસી ગામેથી પોલીસે પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રૂા. 10,160ના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ

  • પ્રથમ દરોડો જામનગર શહેરના પટેલ કોલોની શેરીનં. 9માં પરબત રણમલ ચેતરીયાના ઘર પાસે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે રેઇડ દરમિયાન પરબત રણમલ ચેતરીયા, બસીર મુસા ખફી, રામદે પીઠા કોટા, વનરાજસિંહ ભીખુભા જાડેજા, જેઠા અરજણ ભારવાડીયા નામના પાંચ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 43500ની રોકડ, રૂા. 25000ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન તથા રૂા. 80000ની કિંમતના બે નંગ મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,48,500નો મુદ્ામાલ કબજે કર્યો હતો.
  • બીજો દરોડો ધ્રોલ માધવપાર્ક સોસાયટીમાં અભય વલ્લભ બોડાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતાં હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઇડ દરમિયાન અભય વલ્લભ બોડા, મહેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, વિજય રવજી કાલાવડીયા, ગિરીશ ઉર્ફે સાગર ગોપાલ બારૈયા, પ્રેમજી નારણ ભેંસદડીયા, કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા, જલદીપ ઉર્ફે જયદીપ જેંતી સુતરીયા, રાજેશ લઘુ ટોરીયા, ચમન લાલજી ગડારા, જિતેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા સહિત 10 શખ્સોને રૂા. 1,42,000ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.
  • ત્રીજો દરોડો જામજોધપુરના કોટડાબાવીસી ગામે સરકારી પ્રાથમિક શાળા પાસે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન રવિ રમણીક પંચાસણા, ગિરીશ દાના સાંગઠીયા, રોહીત ધીરુ મકવાણા તથા પાંચ મહિલા સહિત પાંચ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 10160ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular