જોડિયા તાલુકાના ભાદરા પાટીયાથી તારાણા તરફ જવાના માર્ગ પર કેશિયા નજીકના ઓવરબ્રિજ નજીક ગઈકાલે સાંજના સમયે હુન્ડાઈ કાર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેકટરના વ્હીલના પતરા ઉપર બેસેલા પરપ્રાંતિય યુવાનનું પાણીની ટાંકી નીચે દબાઈ જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે કેશિયા ગામના સરકારી કર્મચારી એવા કારચાલકનું શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે બે મૃતદેહોનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનનો વતની રાકેશ દેવારામ ખટાણા નામનો યુવાન ફાઇબરનું રોડ પરનું કામ પૂરું કરીને પોતાના આરજે-14-આરસી-9140 નંબરના ટ્રેક્ટમાં પાણીની ટાંકી ફીટ કરીને મોરબી તરફ જઈ રહ્યો હતો. તેની સાથે મૂળ રાજસ્થાનના વતની મનીષ રામાઅવતાર આદિવાસી (ઉ.વ.25) નામના યુવાનને ટ્રેક્ટરના વ્હીલના પતરા ઉપર બેઠો હતો. ત્યારે ટે્રકટર મંગળવારે સાંજે જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસેના ઓવરબ્રીજ નજીક પહોંચતાં સામેથી એક ટ્રક આવતો હોવાના કારણે ઓચિંતી બ્રેક મારવાથી ટ્રેક્ટર ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો અને ટ્રેક્ટર માર્ગ ઉપર પલટી મારી ગયું હતું. અકસમાતમાં પતરા પર બેઠેલો મનીષ આદિવાસી કે જે ટ્રેક્ટરની પાછળ ફીટ કરેલી પાણીની ટાંકીની નીચે દબાઈ જવાથી યુવાનનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ટે્રટકર પલ્ટી ગયા બાદ પાછળથી આવી રહેલી જીજે-10-સીજી-2932 નંબરની કાર લઈને કેશિયા ગામથી જામદુધઈ તરફ જઈ રહેલા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા (ઉ.વ.46) નામના કેશિયા ગામની હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે સરકારી ફરજ બજાવતો યુવાન તેની ફરજ પૂરી કરીને પોતાના ઘર તરફ જઈ રહ્ા હતા. જયારે અકસ્માતે ટ્રેક્ટર પલટી મારીને કાર સાથે ડ્રાઇવરની સાઈડમાં ટકરાઈ ગયું હતું અને રાજેશભાઈને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતા પીઆઇ આર.એસ. રાજપુત તથા સ્ટાફના એન. એમ. ભીમાણી વગેરે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવમાં મૃક રાેશભાઈ ગાંભવાના ભત્રીજા યોગેશભાઈના નિવેદનના આધારે પોલીસે ટે્રકટરચાલક વિરૂધ્ધ રાકેશ દેવારામ ખટાણા વિરૂધ્ધ ગુનો નોંધી ટ્રેકટર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત દરમિયાન માર્ગ પર લોકોના ટોળા એકત્ર થયા હતા તેમજ થોડો સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઇ હતી પરંતુ પોલીસે સમયસર રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહારને પૂર્વવત બનાવી દીધો હતો.