Monday, December 2, 2024
Homeરાજ્યહાલારપિતરાઈ ભાઈની હત્યાનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોનો હુમલો

પિતરાઈ ભાઈની હત્યાનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોનો હુમલો

2021 માં યુવાનની હત્યાનો કેસ : બે શખ્સોએ પાઈપવ ડે માર મારી ધમકી આપી : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

બનાવની વિગત મુજબ, મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ખેંગારભા બુધાભા ભઠડ નામના 28 વર્ષના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા રાયધરભા વિરમભા માણેક અને ધમાભા સામરાભા માણેક નામના બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આરોપી રાયધરભા માણેકના કાકાના દીકરા ભાઈ ખેંગાર સોમભાનું વર્ષ 2021 માં ફરિયાદીએ ખેંગારભા બુધાભાએ ખૂન કર્યું હોય, તેનો કેસ ફરિયાદી પર થયો હતો. અને સજામાંથી છૂટીને બહાર આવતા હત્યા બાબતનું મનદુ:ખ રાખી, બંને આરોપીઓએ હુમલો કરી ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છ. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ખેંગારભા બુધાભાની ફરિયાદ પરથી બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે રાયધરભા વિરમભા માણેકએ ખેંગારભા બુધાભા ભઠડ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીના પિતરાઈભાઈના ખૂન બાબતનું વેરઝેર રાખીને આરોપી ખેંગારભાએ ફરિયાદી સામે મૂછો ચડાવી, બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સંદર્ભે મીઠાપુર પોલીસ મથકમાં સામાપક્ષે પણ ગુનો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular