Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરકાલાવડના દાણીધાર નજીક બે બાઇક અથડાતાં ગમખ્વાર અકસ્માત

કાલાવડના દાણીધાર નજીક બે બાઇક અથડાતાં ગમખ્વાર અકસ્માત

ત્રીપલ સવારી બાઇક સવાર યુવાનનું મોત : અન્ય ત્રણ વ્યકિતઓને ઇજા : પોલોસ દ્વારા બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના દાણીધાર ગામના પાટીયા નજીક શનિવારે રાત્રીના સમયે બે બાઇક સામસામી અથડાતા ત્રીપલ સવારી બાઇકમાં બેસેલાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જયારે અન્ય ત્રણ વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં ખરખરો કરી હરસુખભાઇ ઉર્ફે હરીભાઇ, કનાભાઇ તથા દેવશીભાઇ નામના ત્રણ યુવાનો હરસુખભાઇના જીજે.3.સીજી.890 નંબરના બાઇક પર પરત જતાં હતાં તે દરમ્યાન કાલાવડ તાલુકાના દાણીધાર ગામના પાટીયાથી ટોડા તરફ જવાના માર્ગ પરથી પસાર થતાં હતાં. તે દરમ્યાન શનિવારે રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં સામેથી પૂર ઝડપે બેફિકરાઇથી આવતી જીજે.3.જેએમ.5827 નંબરની બાઇકના ચાલકે હરસુખભાઇની બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કાનાભાઇને પગમાં ગોઠણમાં અને દેવશીભાઇને માથાના ભાગે તથા હરસુખભાઇને વાસામાં ગંભીર ઉજા અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં ઘવાયેલાં હરસુખભાઇ ઉર્ફે હરિભાઇ (ઉ.વ.42) નામના યુવાનને ગંભીર ઇજા પહોંચવાથી તેનું મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ એચ.વી.પટેલ તથા સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમજ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ભલાભાઇના નિવેદનના આધારે બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular