જામનગર શહેરના સાત રસ્તા થી જનતા ફાટક જતા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ હતી. ઓવરબ્રિજ તરફથી આવી રહેલા કારચાલકે ઈ-બાઈકને હડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની અસરથી સામેથી આવી રહેલી બસને પણ નુકસાન પહોંચ્યું હતું. બસની લાઈટ તૂટી જતાં બસને આંશિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતમાં ઈ-બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
View this post on Instagram
બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.


