Friday, July 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બિમારીથી કંટાળી આધેડે જિંદગી ટૂંકાવી

જામનગરમાં બિમારીથી કંટાળી આધેડે જિંદગી ટૂંકાવી

છેલ્લાં દોઢેક વર્ષથી હાઈકોલેસ્ટ્રોલ તથા બીપીની બિમારી હતી : પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી

જામનગરના ધનબાઈના ડેલા પાસે આધેડે કોલેસ્ટ્રોલ અને બીપીની બિમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ધનબાઈનો ડેલો, સઇની ડેલીમાં રહેતાં અને પ્રિન્ટીંગ કામનો વ્યવસાય કરતા સંજયભાઈ પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.48) નામના આધેડને છેલ્લાં દોઢેક વર્ષથી હાઈકોલેસ્ટ્રોલ તથા બીપીની બિમારી હોય, પોતાની આ બિમારીથી કંટાળી જઈ ગત તા.29 જૂનના સવારના સમયે પોતાના ઘરે રૂમમાં છતમાં લગાવેલ હિંચકાના હૂંકમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ બનાવ અંગે જયદીપભાઈ સોલંકી દ્વારા પોલીસને જાણ કરતા હેકો આર.એ. જાડેજા સહિતનો સ્ટાફ પહોંચી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular