Saturday, October 3, 2026
Homeરાજ્યજામનગરવાહન ચોરીના કેસમાં શખ્સને ઝડપી લેતી જામનગર એલસીબી - VIDEO

વાહન ચોરીના કેસમાં શખ્સને ઝડપી લેતી જામનગર એલસીબી – VIDEO

બે કાયદાથી સંઘર્ષીત કિશોરો ઝડપાયા : આઠ મોટરસાઇકલ સહિતનો મુદામાલ કબ્જે

જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના કેસમાં એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી લઇ આઠ મોટરસાઇકલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમા મોટર સાયકલ ચોરીઓને અંજામ આપનાર આરોપી વિમલ વિઠ્ઠલ કાકરેજા તેમની સાથે ગુનામા સંડોવાયેલ ચોરીના મોટર સાયકલ જામનગર, મહાપ્રુભજી બેઠક આગળ આવેલ ડીસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્ક સામે આવેલ બાવળની કાંટમા ચાર મોટર સાયકલ તથા જામનગર, બેડી રોડ ઉપર બેડી બ્રીજ નીચે ચાર મોટર સાયકલ રાખ્યા હોય અને આ મોટર સાયકલ સગેવગે કરવાની પેરવી કરતો હોવાની એલ.સી.બી.ના દિલીપભાઈ તલાવડીયા,હિતેન્દ્રસિંહ જાડેજા,,યુવરાજસિંહ ઝાલા, મયુદિન સૈયદ, રૂષિરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સુચના અને એલસીબીના પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી.ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, હિરેનભાઇ વરણવા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, યુવરાજસિંહ ઝાલા,ધમેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, ભયપાલિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન વિમલ વિઠ્ઠલ કાંકરેજા તથા બે કાયદાથી સંઘર્ષીત કિશોરને ઝડપી લીધા હતાં.

- Advertisement -

પોલીસે રેઇડ દરમિયાન સ્પ્લેન્ડર મો.સા GJ10 DK 2376, સ્પ્લેન્ડર મો.સા GJ10 DL 0423, સ્પ્લેન્ડર મો.સા GJ10 CJ 9549, સ્પ્લેન્ડર મો.સા GJ 10 EB 9138, સ્પ્લેન્ડર મો.સા GJ 10 AJ 9998, સ્પ્લેન્ડર મો.સા GJ 10 AA 5784, સ્પ્લેન્ડર મો.સા GJ 10 AG 5660, હિરો હોન્ડા સીડી મો.સા-GJ 10 AE 8216 સહિત કુલ રૂા.2 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. સીટી એ ડિવિઝન, મેઘપર પડાણા, સીટી બી અને સીટી સી ડિવિઝનના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો. આરોપી વિમલ વિઠ્ઠલ કાંકરેજા વિરૂઘ્ધ સીટી બી ડિવિઝનમાં ચાર ગુન્હા નોંધાયેલા છે. આરોપી કાયદાથી સંઘર્ષીત કિશોર સાથે મળી જાહેર પાર્કીગમાં રહેલ મોટરસાઇકલને ડાયરેકટ કરી ચોરીને અંજામ આપતા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular