Saturday, January 18, 2025
Homeરાજ્યજામનગરઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા યુવકની માતાને પતાવી દેવાની ધમકી

ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા યુવકની માતાને પતાવી દેવાની ધમકી

મહિલાના પતિ સહિતના બે શખ્સોએ છરી બતાવી ધમકાવી ગાળો કાઢી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી મહિલાના પુત્ર દ્વારા અન્ય મહિલાને ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરાતા મહિલાના પતિ અને અજાણ્યા સહિતના બે શખ્સોએ મહિલાને છરી દેખાડી ધમકી આપી હતી.

- Advertisement -

ધમકીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.11/3 નહેરૂનગર વિસ્તારમાં રહેતાં દેવીબેન નામના મહિલાનો પુત્ર ઈન્સ્ટાગ્રામ પર અન્ય મહિલાને મેસેજ કરતો હતો. જેથી મહિલાના પતિ ધર્મેશ મુકેશ ગંગેરા અને અજાણ્યા સહિતના બે શખ્સોએ દેવીબેન નામની મહિલાને છરી કાઢી ‘આજ પછી જો તારા દિકરાએ મારી પત્નીને મેસેજ કર્યો છે તો મારી નાખીશ’ તેવી ધમકી આપી ગાળો કાઢી હતી. આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી.જી. રાજ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular