Friday, August 21, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરમાં તસ્કરોનો તરખાટ, ત્રણ સ્થળોએ ત્રાટકયા

જામજોધપુરમાં તસ્કરોનો તરખાટ, ત્રણ સ્થળોએ ત્રાટકયા

જામજોધપુર નજીક આવેલી અમર સિડ્સ યુનિટમાંથી અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂા. 1,80,000ની રોકડ ચોરી કરી ગયા હતા. તેમજ બાજુમાં આવેલી રેફ્રીજેટર અને હોન્ડાના શો રૂમમાં ચોરીનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામજોધપુર ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળ રહેતાં અતુલભાઇ જેન્તીભાઇ જાવિયા નામના પ્રૌઢની માલિકીના અમર સિડ્સ યુનિટમાંથી ગત્ તા. 23ના રોજ રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ટેબલના ખાનામાં રહેલી રૂા. 1,80,000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. તેમજ બાજુમાં આવેલી આદર્શ રેફ્રિજરેટરની દુકાનમાં તથા સામે આવેલા શુભ હોન્ડાના શો રૂમમાં તસ્કરોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બન્ને સ્થળોએથી ચોરીમાં કોઇ ચીજ વસ્તુ કે રોકડ ગઇ ન હતી. એકસાથે ત્રણ સ્થળોએ થયેલી ચોરીની જાણના આધારે ઇન્ચાર્જ પીઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફે અતુલભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular