ભાવનગર જીલ્લાના ગઢડાના નિંગાળા ગામમાં એક યુવક સોમવારે સાંજે ઝાડ કાપી રહ્યો હતો અને ઝાડની ડાળી માથે પડતા નીચે પટકાયેલા યુવકનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#Bhavnagar #Video #khabargujarat
ભાવનગર જીલ્લાના ગઢડાના નિંગાળા ગામમાં પીપળીયા રોડ પર આવેલ સુરધનદાદાની જગ્યાએ મકોડભાઇ મનસુખભાઇ સાંથલિયા (ઉ.વ.23) નામનો યુવક ઝાડ કાપી રહ્યો હતો અને ડાળી માથે પડતા યુવકનું નીચે પટકાતા મોત
વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/IAmMl7h270
— Khabar Gujarat (@khabargujarat) November 23, 2021
મકોડભાઇ મનસુખભાઇ સાંથલિયા (ઉ.વ.23) નામનો યુવક ગઈકાલના રોજ પીપળીયા રોડ પર આવેલા સુરધનદાદાની જગ્યાએ કોઈ પણ જાતના સુરક્ષા સાધનો વગર ઝાડ કાપી રહ્યો હતો તે દરમિયાન તેમના પર ઝાડની ડાળી પડતા તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.