Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરવરસાદે જામનગરના તંત્રની પોલ ખોલી

વરસાદે જામનગરના તંત્રની પોલ ખોલી

શહેર અને જિલ્લામાં વરસાદ બાદ પણ નવા રસ્તાઓ બિસ્માર : તંત્રની બેદરકારી કે, કોન્ટ્રાકટરોની અણઆવડત...!?

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજયમાં ચોમાસાના પ્રારંભથી જ સર્વત્ર મેઘમહેર થઇ હતી. જો કે, શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. ચોમાસામાં પડેલા વરસાદના કારણે જામનગર શહેર અને જિલ્લામાં થોડા સમય અગાઉ જ નવા બનાવેલાં રોડ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે. અને ઠેક ઠેકાણે મોટા ખાડા અને ખરબચડા રોડમાં વાહનચલાવવું મુશ્કેલ બની ગયું છે. દર વર્ષે વરસાદ બાદ શહેરના માર્ગોની હાલત કફોડી બની જાય છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવામાં વપરાતા મટીરીયલ્સની ગુણવતા બાબતે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી અને તંત્રના અધિકારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગતથી રસ્તાઓના કામોની ગુણવતા મામલે આંખ આડા કાન કરી જતા હોય છે. જેનો ભોગ પ્રજાએ બનવું પડે છે અને ચોમાસા પછી રસ્તાઓ પરથી વાહન પસાર કરવામાં પણ પરસેવો વડી જતો હોય છે. શહેરના પ્રવેશ દ્વારમાં આવેલો ઓવરબ્રીજ હાલમાં જ નવો બનાવવામાં આવ્યો હતો. તે બ્રીજ ઉપરના માર્ગની હાલત પણ કફોડી બની ગઇ છે.

- Advertisement -

દર વર્ષે વરસાદ પછી રસ્તાઓની હાલત કફોડી બની જતી હોવાની તંત્રને જાણ હોવા છતાં કોન્ટ્રાકટરો પાસે નવા રસ્તા બનાવતી વખતે વપરાતા મટીરીયલની ગુણવતા બાબતે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. અથવા તો કોન્ટ્રાકટરો સાથેની મીલીભગતના કારણે લોટ પાણી ને લાંકડા જેવી સ્થિતિ થઇ હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular