Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરક્રિકેટ અને શેરબજારનો ડબ્બો સાથે ચાલતા સ્થળે પોલીસ ત્રાટકી

ક્રિકેટ અને શેરબજારનો ડબ્બો સાથે ચાલતા સ્થળે પોલીસ ત્રાટકી

નિલકમલ સોસાયટીમાં સિટી સી ડીવીઝનનો દરોડો : દુબઇના બુકીઓના નામ ખુલ્યા : ટેસ્ટ મેચ અને શેરબજારમાં ગેરકાયદેસર ટ્રેડીંગ : ચાર શખ્સો ઝડપાયા : 11 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા તથા શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ ચલાવતા ચાર શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.8,36,890 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી શેરી નં.1 માં રહેતાં શખ્સના મકાનમાં ક્રિકેટનો જૂગાર રમાતા હોવાની બાતમીના આધારે પીઆઇ જે.વી. ચૌધરી, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજાના સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દર્શન દિલીપ મોદીના મકાનમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા ટેસ્ટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરના સોદાઓ કરી હારજીત કરતા દર્શન મોદી, હાર્દિક બિપીન મૈઢ, પાર્થ સંજય ત્રિવેદી અને વિહાર વેજા આગઠ નામન ચાર શખ્સોને ઝડપી લીધા હતાં તેમજ આ ચારેય શખ્સો તેમના મોબાઇલ ફોનમાં શેરબજાર ડબ્બાટ ટ્રેડીંગનો ગેરકાયદેસર સોદાઓ કરતા હોવાનું ખુલ્યું હતું. જેમાં મુંબઇના સાગર અને રાજકોટના અંકિત સાથે મળી નિરુભાઈ પાસેથી શેરબજારનું આઇડી મેળવી કંપનીઓના શેરોના સોદા કરતા હતાં.

પોલીસે રેઈડ દરમિયાન ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.31390 ની રોકડ અને રૂા.4,15,500ની કિંમતના 16 નંગ મોબાઇલ તથા બે ચેકબુક તથા રૂા.15000 ની કિંમતનું લેપટોપ તથા બે ચોપડા તથા ત્રણ લાખની કિંમતની કાર અને 750000 ની કિંમતના બે બાઈક સહિત કુલ રૂા.8,36,890 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ પોલીસે ચારેય શખ્સોની પૂછપરછ કરતાં આ જૂગારમાં યાસીન મીઠાપુર હાલ દુબઇ મો.+1 (551) 3090249, વીકી ગોવા મો.97156 74 20 388, વિશાલ પોરબંદર હાલ દુબઇ મો.97156 15 45 400, અને ચિરાગ સુરેશ આહિર જામનગર મો.97129 11111 , સાગર મુંબઇ મો.9136213721, અંકિત રાજકોટ મો.810105 5555 અને નિલુભાઈ મો.98274 56560 સહિતના શખસોની સંડોવણી ખુલ્લતાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ક્રિકેટ અને શેરબજારનો ડબ્બો બંને એક સાથે ચાલતા સ્થળે રેઈડ કરી 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular