Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરયુવતી ભગાડી ગયાની શંકા રાખી યુવકના પરિવારજનોને ધમકી

યુવતી ભગાડી ગયાની શંકા રાખી યુવકના પરિવારજનોને ધમકી

યુવતીના સંબંધી એવા પાંચ શખ્સોએ ધોકા અને તલવાર વડે ડેલામાં ઘા ઝીંકયા : પરિવારજનોને પતાવી દેવાની ધમકી આપી : સીસીટીવી કેમેરામાં નુકસાન પહોંચાડયું : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતો યુવક યુવતી ભગાડી ગયાની શંકા રાખી પાંચ શખ્સોએ યુવાનના ઘરે જઈ પરિવારજનોને ધમકી આપી ઘરમાં ધોકા અને તલવારના ઘા ઝીંકી સીસીટીવી કેમેરામાં નુકસાન પહોંચાડયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો ચિરાગ ભીખુભાઈ ગોહિલ નામનો યુવક હેતલ નામની યુવતીને ભગાડી ગયો હોવાની શંકા રાખી હેતલના સંબંધી લક્ષ્મણ દેવા પીંડારીયા, ભુટાભાઈ, લક્ષ્મણભાઈનો દિકરો અને બે અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ ગત તા. 17 થી તા.21 સુધીના સમય દરમિયાન ચિરાગભાઈના ભાઈ ભાવેશ ગોહિલના ઘરે જઈ ઘરના સભ્યોને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બે અજાણ્યા શખ્સોએ ધોકા અને તલવારના ડેલામાં ઘા ઝીંકી ઘોબા પાડી દીધા હતાં. તેમજ સીસીટીવી કેમેરેમાં તોડફોડ કરી તોફાન મચાવ્યું હતું. ઘરમાં ઘુસી હંગામો કરનાર શખ્સો અંગે ભાવેશ દ્વારા જાણ કરાતા હેકો એન.બી. સદાદીયા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular