ગુજરાતના વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ચાઈનીઝ, જાપાનીઝ, ઈટાલિયન ફૂડમાં ન્યૂટ્રિશનલ વેલ્યૂ વધારવાની સાથે-સાથે મશરૂમ ટેસ્ટમાં પણ વધારો કરી રહ્યું છે.ત્યારે દુનિયાની સૌથી મોંઘી પ્રજાતિ પૈકીની એક પ્રજાતિ ગુજરાતના કચ્છ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના (GUIDE)વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક- કોર્ડિસેપ્સ મિલિટેરિસ મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે. જે મેડીકલની દ્રષ્ટિએ પણ મહત્વની સાબિત થઇ છે.
વૈજ્ઞાનિકોએ 90 દિવસની અંદર 35 બરણીની અંદર 90 દિવસમાં 350 ગ્રામ મશરૂમ ઉગાડ્યુ છે. એક કિલો મશરૂમની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. વૈજ્ઞાનિકોએ આ મશરૂમની કિંમત 1.50 લાખ રૂપિયા અંદાજી છે. આ પ્રયોગ કચ્છના ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝર્જ ઈકોલોજી સંસ્થાનના વૈજ્ઞાનિકોએ પરિણામ મેળવ્યું છે. સંસ્થાના ડાયરેક્ટર વી વિજયકુમારે કહ્યું કે, Cordyceps Militaris નામના મશરૂમ હિમાલયી સોનું કહેવાય છે. એમાં હેલ્થ માટેના અનેક ફાયદા રહેલા છે.
તેનાથી સ્વાસ્થ્યને લગતા ઘણા લાભ થાય છે અને તે લાઈફસ્ટાઈલ બીમારીની વિશાળ શ્રેણીને રોકી શકે છે. આ ફૂગ ક્લબ આકારની હોય છે અને તેની સપાટી થોડી પંક્ચર થયેલી હોય તેવી દેખાય છે. આંતરિક ફંગલ પેશી સફેદથી થોડી હળવી ઓરેન્જ કલરની હોય છે. નિયંત્રિત પરિસ્થિતિઓમાં તેને લેબમાં ઉગાડવાનું હવે શક્ય છે. નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર જિગના શાહ અને ગાઈડ વૈજ્ઞાનિક જી જયંતી પણ રિસર્ચ ટીમમાં શામેલ હતા.